કાયઁક્રમ
શ્રી વલ્લભાચાર્ય નગરની અંદર આકાર લેતું આ મૂળપ્રારકટ્યસ્થળ હરમુ છત્તીસગઢની રાજધાની રાયપુરથી 127 કિલોમીટર દૂર છે. રાયપુર પહેલાં રાજનાંદગાંવ આવે છે ત્યાંથી 62 કિલોમીટર દૂર હરમુ ગામ છે. છત્તીસગઢના મુખ્યમંત્રીશ્રી દ્વારા આ જમીન સંપાદિત થઈ ગઈ છે. ત્યાં આખું નગર નિર્માણ કરવાની ભાવિ યોજના છે. મૂળપ્રાકટ્યસ્થળનું મકાન, 80 થી 90 રૂમો, ગૌશાળા, ઓવરહેડ વોટર સપ્લાય ટેન્ક, પાવર સપ્લાય સબસ્ટેશન, ધર્મશાળાઓ, સાંસ્કૃતિક હોલ, બેન્ક, પોસ્ટઓફિસ, પેટ્રોલપંપ અને હેલિપેડ વગેરેની વ્યવસ્થા વિચારાઈ છે. આ માટે અંદાજિત 1365 કરોડનો પ્રોજેક્ટ છે. દસેક વર્ષમાં આ કાર્ય પૂર્ણતા પામશે. બેઠક પરિસર માત્ર પાંચ મહિનાના ગાળામાં પૂર્ણ કરી સેવાપ્રકાર ચાલુ કરવામાં આવશે જેથી વૈષ્ણવો તેનો લાભ લઈ શકે. આ માટે બાર સભ્યોનું ટ્રસ્ટીબોર્ડ નક્કી થઈ ગયું છે. બેન્કમાં ખાતુ ખોલાવી દીધું છે તેમજ કાર્ય ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. મનોરથપૂરક શ્રીમહાપ્રભુજી જ આ કાર્યને વેગ આપી રહ્યા છે તેમના ચરણોમાં દંડવત્ પ્રણામ.
- છત્તીસગઢ રાજ્યના કવર્ધા જિલ્લામાં હરમુ ગામમાં શ્રીવલ્લભાચાર્યનગર આકાર લઈ રહ્યું છે. સવા છવ્વીસ એકર જમીન સરકાર તરપથી વિનામૂલ્યે શ્રીબેઠકજીને સાંપડી છે.
- આ જમીન ઉપર પ્લોટ ફાળવવાના છે. જેની ઈચ્છા હોય તેઓને રૂ. 1000/- ટોકનથી પ્લોટ ફાળવવામાં આવશે. છ મહિનામાં બાંધકામ પુરુ કરવાનું રહેશે.
- શ્રી વલ્લભાચાર્યનગરમાં વૈષ્ણવોને ઉતરવા માટેની ધર્મશાળા આકાર લઈ રહી છે. એક લાખ રૂપિયા ભેટ આપી એક રૂમ સમર્પિત કરી સકશે. સ્વજનની સ્મૃતિમાં રૂમ સમર્પણ કરી સેવામાં સહયોગી થઈ શકશે.
- આ ઉપરાંત ગૌશાળા, પુસ્તકાલય, તેમજ મંડાણની વ્યવસ્થા પણ વિચારી છે. તે માટે પ્રયાસ જારી છે.
- આ સંસ્થાનું બોર્ડ 18 વ્યક્તિઓનું નિમાઈ ગયેલું છે. નામ સાથે ટેલિફોન નંબર વેબસાઇટ ઉપર મુકેલા છે. હરમુ દર્શન નામની વિડિયો ક્લિપીંગ વેબસાઇટ પર મૂકી છે. તેમાં મૂળ બેઠક પરિસર, ગરિરાજજી, ભીમા નદી વગેરેનું પ્રસારણ કરવામાં આવ્યું છે. વેબાસાઇટનું નામ www.shrivallabhanugrah.com તેમજ www.shrivallabhacharyanagar.com છે.
- શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યોત્સવ સુધીમાં સેવા પ્રકાર ચાલુ કરવાનો મનોરથ છે. તે માટે બોર્ડના સભ્યો તેમજ અનેક વૈષ્ણવો કાર્યરત છે. બેઠકજીનું નિર્માણકાર્ય થાય અને સેવાપ્રકાર ચોક્કસ સમયે ચાલુ થાય તેવી જ સૌની ઝંખના છે. શ્રીવલ્લભની કૃપા જ આ કાર્યમાં કારણભૂત છે. કૃપાબળે જ આ બેઠકજીનું નિર્માણકાર્ય પૂર્ણ થાય ને વૈષ્ણવો સેવાના સહભાગી બની શ્રીવલ્લભનું સાન્નિધ્ય પ્રાપ્ત કરે તેવી અભિલાષા સાથે.


Harmu Kavardha Mahaprabhuji Pragatya Sathal Meeting of Shri Vallabhacharya Nagar