Welcome to Shri Vallabhacharya Nagar.Com

દૈવી જીવોના ઉદ્ધાર હેતુથી પ્રગટ થયેલા શ્રી મહાપ્રભઉજીએ પુષ્ટિ માર્ગની સ્થાપના કરી. ભૂતલ પર તેમનું પ્રાગટ્ય અગ્નિકુંડમાંથી થયું હતું. જે વખતનો ઇતિહાસ એવો છે કે શ્રી મહાપ્રભુજીના પિતાશ્રી લક્ષ્ણદાસજી ત તેમજ ગુરુજી કાશીથી કાકડવાર તરફ પરત ફી રહ્યા હતા. ઇલ્લામાગારૂજી ગર્ભતી હોવાને છ સાત માસ થયેલા ત્યારે ચાવલાથી તેમને ખૂબ જ દુઃખાવો થતાં પર્વત માર્ગે ચાલતાં ચાલતાં સાંજ ઢળી તે વખતે હરમુ નામના ગામમાં નાના દીવજાઓનો પ્રાશ જોતા લક્ષ્મણ ભટજીને લાગ્યું કે આ કોઈ ગામ છે ત્યાં વૈદ્ય હકીમ મળશે તો દુઃખાવીની ઔષધી મળશે તેથી પર્વતરસ્તાયય નીચે ઉતરતાં જ અધુરા માસે પ્રસૂતિ થઈ જતા બાળખ મૃત હાલમાં જણાતા ઝાડની બખોલમાં સાડીનો છેડો કાપી વિંટાળીને મૂકી દીધો અને ગામમાં જઈને રાતવાસો કર્યો. સ્વપ્નમાં રાત્રે ભગવદ્આજ્ઞા થઈ કે મારૂ પ્રાગટ્ય થઈ ચૂક્યું છે તમે મને મૂકને કેમ ચાલી આવ્યા ? આથી સવારે તે જગ્યાએ જતાં જ ચમત્કાર જોયો કે એક અગ્નિકુંડમાં મધ્યમાં બાળક રમી રહ્યું છે. ઇલ્માગારૂજીએ બાળકને ગોદમાં લઈ લીધો આજ સમયે તેમનો પ્રાગટોત્સવ મનાવવા માટે બાજુમાં જ એક કુવો પ્રગટ થયો જેમાંથી વ્રજના ભક્તો દુદુંભિ નગારા લઈને ઉત્સવ મનાવવા લાગ્યા. સાથે યમુનાજી રૂપી ભીમાનદી પણ ત્યાંથી વહી રહી હતી. આમા ચૌડાનગર પ્રદેશમાં સર્વત્ર આનંદ છાઈ ગયો. આવું અલૌકિક મહત્વ જગ્યાનું હોઈ પાંચસો વર્ષ પછીથી સ્થળથી સાચી માહિતી મળતાં જગ્યાએ શ્રીવલ્લભાચાર્યનગર બની રહ્યું છે.